શબ્દસમૂહ માટે એક શબ્દ
'સ્વર' થી શરૂ થતાં
- અકથ્ય - કહી શકાય નહિ તેવું
- અકલ્પ્ય - કલ્પી કે સમજી ન શકાય તેવું
- અકરાંતિયું - ધરાય નહીં તેવું
- અક્ષત - વણ તૂટેલા ચોખા
- અક્ષયપાત્ર - જેમાંથી વસ્તુ ખૂટે નહિ તેવું પાત્ર
- અગણિત - ગણી શકાય નહિ તેટલું
- અચિરપ્રભા - આકાશમાં ઝબૂકતી વીજળી
- અજાતશત્રુ - જેનો કોઈ શત્રુ નથી તેવો
- અડિયલ - ચાલતાં ચાલતાં વારંવાર ઊભું રહી જનાર
- આત્મસ્થ - આત્મામાં સ્થિર થયેલું
- આત્મવંચના - પોતાની જાત સાથે છેતપીંડી
- આશ્રમ - વનમાં ઋષિમુનિઓનું નિવાસ્થાન
- અતીન્દ્રિય - ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે
- અતુલ - જેની તુલના ન થઈ શકે
- અધિક્ષક - તજવીજ કરનાર
- અનુકરણીય - અનુકરણ કરવા યોગ્ય
- અનિમેષ / અપલક - મટકું માર્યા વિના
- અનિર્વચનીય - શબ્દ દ્વારા જે વ્યક્ત થઈ ન શકે
- અનિવાર્ય - ટાળી ન શકાય તેવું
- અનુપમ - ઉપમા ન આપી શકાય તેવું
- અભયારણ્ય - પ્રાણીઓ જ્યાં કોઈ ભય વિના સ્વતંત્રતાથી ભરી ભરી શકે તેવું વન
- અભિસારિકા - સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી
- અભૂતપૂર્વ - પહેલાં કદી ના બન્યું હોય એવું
- અણીશુદ્ધ - કોઈપણ જાતની ખોડખાંપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ
- અરણ્યક - જંગલમાં વસનાર લોકો
- અવળવાણી - દેખીતા અર્થમાં અવળો અર્થ સૂચવતી વાણી
- અસબાબ - ઘરનો સરસામાન
- અસહ્ય - સહન ન કરી શકાય તેવું
- અસહિષ્ણુ - સહન ન કરી શકનાર
- આજીવન - જીવન સુધીનુ
- આત્મનિર્ભર - પોતાની જાત પર આધારિત
- આત્મવંચના - પોતાની જાતની છેતરપિંડી
- આનો - એક રૂપિયાનો સોળમો ભાગ
- આબાલવૃદ્ધ - બાળકથી માંડીને વૃદ્ધ સુધી
- આયત - કુરાનના વાક્યો
- આર્તનાદ - વેદનાનો ચિત્કાર
- આશ્રમ - વનમાં ઋષિમુનિઓનું નિવાસસ્થાન
- ઉટંગ - આધાર વગરની તરંગી વાત
- ઉત્ક્રાંત - વિકાસ પામેલું
- ઉદયાંચલ - કલ્પિત પર્વત
- ઊર્ધ્વગામી - ઊંચે ચડાવનારુ
- ઉપત્પકા - પહાડની તળેટીની સમભૂમી
- ઊર્ધ્વગમન - ઊંચે જવાની ક્રિયા
- ઊંબાડિયું - બળતું લાકડું
- ઊહાપોહ - તર્ક સામેનો તર્ક
- ઋત્વિજ - યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ
- ઋતુંભરા - સત્યને ટકાવી રાખનાર દેવી
- ઐક્ય પ્રસારક - એકતા ફેલાવનાર
- ઐન્દ્રજાલિક - જાદુ-ટોણા કરનાર
- ઓઘલી - સૂકા ઘાસના પૂળાની ગંજી
- ઓતપ્રોત - એકબીજામાં પરોવાયેલું
- અંકુશ - હાથીને કાબૂમાં રાખવા વપરાતું સાધન
- અંડજ - ઈંડામાંથી ઉત્પન્ન થનારું
- અંતરજામી, અંતર્યામી - અંતરમાં રહેલું જાણકાર
- અંતઃસ્પર્શી - હૃદયને સ્પર્શી જાય તેવું
'ક' થી શરૂ થતાં
- કટાક્ષ - આંખના ખૂણામાંથી જોવાની મોહક રીત
- કફન - શબને ઓઢડવાનું લૂગડું
- કમલાક્ષી - કમળ જેવી આંખોવાળી
- કર્ષણશક્તિ - નજીક ખેંચવાની શક્તિ
- કલ્પવૃક્ષ - ઈચ્છા અનુસાર સઘળું આપનાર વૃક્ષ
- કલગી - મુગટ પર મુકવાનો એક શણગાર
- કાકવંધ્યા - એક જ વાર ફળનારી સ્ત્રી
- કાજળી - મેશ પાડવાનું કોડિયું
- કાદંબરી - કદંબમાંથી બનતી એક મદિરા
- કામધેનુ - ઇચ્છેલું આપનારી ગાય
- કામણ - મોહિની લગાડવી તે
- કાયાકલ્પ - વૃદ્ધને યુવાન બનાવનારી આયુર્વેદિક પ્રકિયા
- કિરતાર - સૃષ્ટિનો સર્જનહાર
- કૃતજ્ઞ - કરેલા ઉપકાર જાણનાર,
- કુતઘ્ન - કરેલા ઉપકાર ભૂલી જનાર, ઉપકારના બદલે અપકાર કરનાર
'ખ' થી શરૂ થતાં
- ખાડું - ભેંસોનું ટોળું
- ખુશકી - જમીન પરનો માર્ગ
- ખૂમચો - ઢળતા કાંટાનો છીછરો થાળ
- ખોરડ - માટીની ભિંતનું નાનું ઘર
'ગ' થી શરૂ થતાં
- ગજગામિની - હાથી જેવી ચાલ ચાલનારી
- ગભાણ - ગામના પાદર પરની ગૌચર જમીન
- ગભાર - મંદિરના અંદરનો ભાગ
- ગમક - સ્વરને કંપાવીને ગાવું તે
- ગુણકારી - ગુણ આપે(કરી આપે) તેવું
- ગૃહઉદ્યોગ - ઘરમાં ચાલતો ઉદ્યોગ
- ગોપનીય - ગુપ્ત રાખવા યોગ્ય
'ઘ' થી શરૂ થતા
- ઘાણી - તેલીબીયા પીલવાનું યંત્ર
'ચ' થી શરૂ થતાં
- ચિત્રવિલોપન - ચિત્ર ભૂંસાઈ જવું તે
- ચંદરવો - છતનું રંગબેરંગી કપડું
'છ' થી શરૂ થતાં
- છીદ્રાન્વેષીપણું - અન્યના દોષ શોધવાનું વલણ
'જ' થી શરૂ થતાં
- જાળિયું - મકાનમાં અજવાળા માટે મૂકેલી નાની બારી
- જીવ વિજ્ઞાન - જીવ વિશેનું જ્ઞાન
- જ્વારા - તાજા ઉગેલા અંકુરો
- જંબુરિયો - મદારી કે જાદુગરનો મદદનીશ
'ઝ' થી શરૂ થતાં
- ઝાંખરું - કાંટાવાળું ડાળખું
'ટ' થી શરૂ થતાં
- ટિપ્પણી - સમજૂતી માટે નોંધ
'ડ' થી શરૂ થતાં
- ડૂંડુ - બાજરાનું કણસલું
'ત' થી શરૂ થતાં
- તકલાદી - મજબૂત કે ટકાઉ નહિ તેવું
- તકસાધુ - મળેલી તકનો સ્વાર્થ માટે ઉપયોગ કરનાર
- તકાજો - તાકીદની સખત ઉઘરાણી
- તગાવી - સરકાર તરફથી ખેડૂતને ધિરવામાં આવતાં નાણાં
- તર્કસરણી - તર્કોની પરંપરા
- તરી - પાણી પર થઈને જતો માર્ગ
- તર્જની - અંગૂઠા પાસેની આંગળી
- તત્ત્વન્વેષી - તત્વને જાણવાની - શોધવાની વૃત્તિવાળું
- તારામૈત્રક - પ્રથમ નજરે થતો પ્રેમ, પ્રેમીઓની આંખોનુ મિલન
- તિતિક્ષા - સુખ દુઃખ આદિ દ્વ્ંદ્વોને ધીરજથી સહન કરવાની શક્તિ
- ત્રીભંગ - શરીરને ત્રણ સ્થળે વળાંક આપીને ઊભા રહેવાની રીત
'થ' થી શરૂ થતાં
- થાપણ - સાચવી રાખવા સોંપેલી વસ્તુ
'દ' થી શરૂ થતાં
- દધિમંથન - દહીં વલોવવાની ક્રિયા
- દંતકથા - મુખ પરંપરાથી ચાલી આવતી વાર્તા
- દમડી - પૈસાનો ચોથો ભાગ
- દરખાસ્ત - નમ્રતાથી કહેવું તે
'ધ' થી શરૂ થતાં
- ધર્મનિરપેક્ષ - ધર્મને આધાર બનાવ્યા વિનાનું રાજ્ય
- ધર્માંતર - ધર્મ બદલવો તે
- ધરોહર - સાંસ્કૃતિક વારસો
'ન' થી શરૂ થતાં
- નખશિખ - નખથી તે ઠેઠ શિખા સુધી
- નારદવેડા - બે જણને લડાવી મારવાનું કામ
- નિયામકબળ - નિયમનમાં રાખનાર
- નિરક્ષર - જરા પણ વાંચતાં-લખતાં આવડતું ન હોય
- નિર્મળ - મલિન નથી તેવું
- નિરર્થક - અર્થ વગરનું
- નૃવંશશાસ્ત્રી - જુદી જુદી જાતિઓના વંશનો અભ્યાસી
'પ' થી શરૂ થતાં
- પગદંડી - ચાલવાની નાની કેડી
- પગરવ - ચાલવાનો અવાજ
- પટ્ટશિષ્ય - ખાસ માનીતો શિષ્ય
- પદાઘાત - પગ વડે કરવામાં આવતો પ્રહાર
- પ્રત્યક્ષ - આંખની સામે
- પ્રદૂષણ - પર્યાવરણમાં જીવ સૃષ્ટિ માટે હાનિકારક ફેરફાર
- પરમાર્થ - પારકાના હિત માટે કાર્ય કરવું
- પરસ્પરાશ્રય - એકબીજાનો આધાર
- પરસાળ - ઘરના મુખ્ય બારણા અને તેના સુધીનો ખુલ્લો ભાગ
- પરિપ્રેક્ષણ - ચોમેર જોવું તપાસવું તે
- પરિભાષા - કોઈ પણ શાસ્ત્રની સાંકેતિક ભાષા
- પ્રવાલદ્વીપ - પરવાળાનો બેટ
- પ્રહર - ત્રણ કલાકનો સમયગાળો
- પરિભાષા - કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા
- પૃથિવીવલ્લભ - પૃથ્વી પર સૌને વ્હાલો કે ધરતી માતાનો વહાલો
- પાણ - પાકને પાણી પાવું તે
- પાતાળઝરણું - અતિ ઊંડે વહેતું ઝરણું
- પાયલાગણ - પ્રણામ કરવાની વિધિ
- પાર્થક્ય - અલગ અલગ હોવું તે
- પુનરોક્તિ - વારંવાર કહેવાયેલી વાત
- પુરાતત્વ - પુરાતન કાળનો વિષય
- પ્રિયદર્શી - જોવામાં પ્રિય લાગે તેવું
- પિષ્ટપેષણ - એકની એક વાત વારંવાર કરવી
- પ્રૌઢશિક્ષણ - મોટી ઉંમરનાને અપાતું શિક્ષણ
- પંગત - એકસાથે જમવા બેઠેલો આખો સમૂહ
'બ' થી શરૂ થતાં
- બાષ્પીભવન - સૂર્યની ગરમીથી પાણીનું વરાળ થવું
- બિનવારસી - જેનો કોઈ વંશવારસ ન હોય તેવા
- બિનસાંપ્રદાયિક - સંપ્રદાયોના ભેદભાવ વિનાનું
- બંદરકૂદની - વાંદરો કૂદી જાય તેટલી પહોળી જગ્યા
- બંદીવાન - જેના હાથપગ બાંધેલા છે એવો
'ભ' થી શરૂ થતાં
- ભક્તિધૌત - ભક્તિથી સ્વચ્છ થયેલું
- ભથવારી - ખેતરમાં ભાથું લઈને જનારી ખેડૂત સ્ત્રી
- ભાષ્ય - વિસ્તૃત વિવરણ
- ભોગળ - બારણું બંધ રાખવાનું આડું લાકડું કે લોખંડની પટ્ટી
- ભૂગર્ભવેત્તા - પૃથ્વીના પેટાળનું જ્ઞાન ધરાવનાર
'મ' થી શરૂ થતાં
- મડાગાંઠ - સમાધાન શક્ય ન હોય તેવું ગૂંચ
- મણ - લગભગ વીસ કિલો જેટલું
- મતસહિષ્ણુતા - જુદા મતને ઉદારતાથી જોવો તે
- મતાન્તરક્ષમા - બીજાના મત પ્રત્યે ક્ષમાભાવ
- મનોવિજ્ઞાન - મનની ગતિવિધિ અને માનવ આચરણનો અભ્યાસ કરતું વિજ્ઞાન
- મરણીયું - જીવ પર આવી ગયેલું
- મરહૂમ - મૃત્યુ પામેલું
- મરુભૂમિ - પાણી વગરની રેતાળ જગ્યા
- મર્મસ્થાન - શરીરનો સંવેદનશીલ ભાગ
- માદળીયું - ગળામાં પહેરવાનું મૃદંગ આકારનું તાવીજ
- માધુકરી - ઘેર ઘેર ભીખ માંગવી
- માનદ્ વેતન - પૈસા લીધા વિના કામ કરનાર
- મિતાહારી - નિયમિત પણે ઓછું ભોજન કરનારો
- મિમાંસક - શાસ્ત્રોનો જાણકાર
- મોભ - છાપરાંના ટેકારૂપ આડુ મુખ્ય લાકડું
- મોક્ષ - જન્મ અને મરણથી છુટકારો
- મોરારી - મુર નામના એક રાક્ષસને હણનાર
- મૃણાલિની - કમળની વેલ
'ય' થી શરૂ થતાં
- યાવચ્ચંદ્રદિવાકરૌ - સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ હોય ત્યાં સુધી
'ર' થી શરૂ થતાં
- રક્તપાત - લોહી વહેવડવવું તે
- રોમાંચ - શરીર પરના રૂવા ઉભા થવા તે
'લ' થી શરૂ થતાં
- લોકશાહી - લોકો દ્વારા ચાલતું શાસન
- લોથું - જુવારનું કણસલું
- લાભદાયી - લાભ કરી આપે તેવું
'વ' થી શરૂ થતાં
- વડવાનલ - સમુદ્રમાં રહેલો અગ્નિ
- વણલોભી - લોભ વગરનું
- વ્યંજના - વ્યંગયાર્થનો બોધ કરાવતી શબ્દની શક્તિ
- વાગ્ધારા - અસ્ખલિત વહેતી વાણી
- વાઢી - ઘી પીરસવા માટેનું વાસણ
- વામકુક્ષી - ભોજન પછી ડાબે પડખે સુવું તે
- વિચારચર્ચાપૂર્વક - વિચાર અને ચર્ચા દ્વારા
- વિનિપાત - સંપૂર્ણ પતન થાય તે
- વેકરો - નદીની કંકરાવાળી જાડી રેતી
- વેધશાળા - આકાશમાંના ગ્રહ, તારાઓ આદિનું નિરીક્ષણ કરવા માટેનું સ્થળ
'શ' થી શરૂ થતાં
- શબ્દશક્તિ - શબ્દના અર્થનો બોધ કરાવનાર શક્તિ
- શરાફ - ધિરનારનો ધંધો કરનાર
- શાખીયાં - ઝાડ પર પાકેલા ફળ
- શાલભંજિકા - મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ
'સ' થી શરૂ થતાં
- સપ્તરંગી - પાણીનાં મોજાં જેવી ચંચળ વૃત્તિવાળો
- સમકાલીન - એક જ કાળમાં થઈ ગયેલા
- સમાનદ્રષ્ટિ / સમદૃષ્ટિ - સમાનદ્રષ્ટિ રાખનાર
- સ્મારક - યાદગીરીરૂપે રચાયેલી ઇમારત
- સમાલોચના - બધા પાસા ચકાસીને ક્યાસ કાઢવાની ક્રિયા
- સ્ત્રીદાક્ષીણ્ય - સ્ત્રીઓ પ્રત્યે દાક્ષીણ્ય, વિવેકપૂર્વકનો વ્યવહાર
- સદરહુ - આગળ જણાવેલું
- સર્વધર્મસમભાવ - બધા ધર્મો મારા છે તેવો ભાવ
- સ્વયંવર - કન્યા પોતે વર પસંદ કરે તે
- સહસ્રધારા - હજારો ધરાઓથી યુક્ત
- સૂત્ર - ધ્યેય તરીકે સ્વીકારેલું વાક્ય
- સૂત્રકાર - ધ્યેયને લગતા નિયમો બનાવનાર
- સંગેમરમર - ચમકની છાંટવાળો આરસપહાણ
'હ' થી શરૂ થતાં
- હઠાગ્રહ - પોતાનો મત સાચો છે તેવી હઠ
- હરિકેન - સમુદ્રમાં ઉઠતું ઝંઝાવાતી તોફાન
- હસ્તઉદ્યોગ - યંત્ર વિના, હાથથી ચાલતો ઉદ્યોગ
- હાડોહાડ - ઘરે ઊંડે સુધી ભારે લાગણી થવી તે
- હુતશેષ - યજ્ઞમાં હોમ કરતાં બાકી રહેલો પ્રસાદરૂપ પદાર્થ
- હનગામીની - હંસ જેવી ચાલ ચાલનારી
'ક્ષ' થી શરૂ થતાં
- ક્ષણભંગુર - જરાવારમાં નાશ પામે એવું
- ક્ષરણ - ભૂમિના ધોવાણની પ્રક્રિયા
- ક્ષિતિજ - જ્યાં આકાશ પૃથ્વી મળતાં દેખાય તે
टिप्पणियाँ
एक टिप्पणी भेजें